١ سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
1 પવિત્ર છે તે ઝાત (અલ્લાહ તઅલા), જેણે એક રાત્રિમાં પોતાના બંદાને મસ્જિદે હરામથી મસ્જિદે અકસા સુધી લઇ ગયો, જેની આજુબાજુ અમે બરકત આપી રાખી છે, એટલા માટે કે અમે અમારા બંદાને અમારી (કુદરતની) કેટલીક નિશાનીઓ બતાવીએ. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળવાવાળો અને જોવાવાળો છે.
٢ وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِنْ دُونِي وَكِيلًا
2 અમે મૂસાને કિતાબ આપી અને તેને બની ઇસ્રાઇલ માટે હિદાયત માટેનું કારણ બનાવી દીધું, (અને તેમાં તે લોકોને આદેશ આપવામાં આવ્યો) કે મારા સિવાય કોઈને પોતાનો વ્યવસ્થાપક ન બનાવશો.
٣ ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا
3 આ બની ઇસ્રાઈલ તે લોકોનાં સંતાન હતા, જેમને અમે નૂહ સાથે હોડીમાં સવાર કર્યા હતા, ખરેખર નૂહ અમારો આભારી બંદો હતો.
٤ وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا
4 આ કિતાબમાં અમે બની ઇસ્રાઇલના લોકોને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે તમે ધરતી પર ફરી વાર વિદ્રોહ કરશો અને તમે ખૂબ જ અતિરેક કરશો.
٥ فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَفْعُولًا
5 પછી જ્યારે અમારું પ્રથમ વચન સાબિત થયું તો હે બની ઇસ્રાઈ લ! અમે તમારી વિરુદ્ધ અમારા બહાદુર યોદ્વા લાવી દીધા, જે તમારા શહેરોમાં ઘૂસીને (દૂર સુધી ફેલાય) ગયા, આ (અલ્લાહ)નું વચન હતું, જે પૂરું થવાનું જ હતું.
٦ ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا
6 પછી અમે તેમના પર તમને વિજય અપાવ્યો અને તરત જ ધન અને સંતાન દ્વારા તમારી મદદ કરી અને તમારું ખૂબ જ મોટું જૂથ બનાવી દીધું.
٧ إِنْ أَحْسَنْتُمْ أَحْسَنْتُمْ لِأَنْفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا
7 (જો) તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (કે અત્યાચારી વિજયી) તમારા ચહેરા બગાડી નાખે અને મસ્જિદે (અક્સા)માં એ રીતે જ પ્રવેશ કરે જે રીતે પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો, અને જ્યાં જ્યાં પોતાનું બળ ચાલે તે જગ્યાને અસ્ત વ્યસ્ત કરી નાખે.
٨ عَسَىٰ رَبُّكُمْ أَنْ يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدْتُمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا
8 આશા છે કે તમારો પાલનહાર તમારા પર કૃપા કરે, હાં જો તમે પાછા વિદ્રોહ કરશો તો અમે પણ બીજી વખત આવું જ કરીશું. અને અમે આવા કાફિરો માટે જહન્નમને કેદખાનું બનાવી રાખી છે.
٩ إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا
9 નિ:શંક આ કુરઆન તે માર્ગ બતાવે છે, જે તદ્દન સાચો છે અને ઇમાનવાળાઓ તથા જે લોકો સત્કાર્ય કરે છે, તે વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ખૂબ જ મોટું વળતર છે.
١٠ وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
10 અને જે લોકો આખિરત પર ઇમાન નથી ધરાવતા તેમના માટે અમે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
١١ وَيَدْعُ الْإِنْسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ۖ وَكَانَ الْإِنْسَانُ عَجُولًا
11 અને માનવી બૂરાઈ માટે પણ આવી જ દુઆ કરે છે, જેવી રીતે ભલાઇની માગે છે, ખરેખર માનવી ખૂબ જ ઉતાવળીયો છે.
١٢ وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَتَيْنِ ۖ فَمَحَوْنَا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ النَّهَارِ مُبْصِرَةً لِتَبْتَغُوا فَضْلًا مِنْ رَبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا
12 (જુઓ) અમે રાત અને દિવસને પોતાની બે નિશાનીઓ બનાવી છે, રાતની નિશાનીને તો અમે અંધકારમય બનાવી દીધી છે અને દિવસની નિશાનીને પ્રકાશિત કરી દીધી છે, જેથી તમે પોતાના પાલનહારની કૃપા શોધી શકો અને એટલા માટે પણ કે મહિના અને વર્ષોની ગણતરી કરી શકો અને અમે દરેક વસ્તુનું વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે.
١٣ وَكُلَّ إِنْسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ ۖ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنْشُورًا
13 દરેક વ્યક્તિનો અમલ અમે તેના ગળામાં લટકાવી દીધો છે, જેને અમે કયામતના દિવસે કિતાબની સ્થિતિમાં કાઢીશું, જેને તે આ કિતાબને પોતાના માટે સ્પષ્ટ જોઇ લેશે.
١٤ اقْرَأْ كِتَابَكَ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا
14 (અમે તેને કહીશું) લે, પોતે જ પોતાની કિતાબ વાંચી લે, આજે તો તું પોતે જ પોતાનો હિસાબ લેવા માટે પૂરતો છે.
١٥ مَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَنْ ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
15 જે વ્યક્તિ હિદાયત કબૂલ કરશે તો તે પોતાના જ ફાયદા માટે છે, અને જે ગુમરાહ થશે, તો તેનો ભાર તેના પર જ છે, અને કોઈ ગુનાહનો ભાર ઉઠાવનાર બીજાનો ભાર નહીં ઉઠાવે અને અમે ત્યાં સુધી અઝાબ નથી આપતા જ્યાં સુધી અમે અમારા પયગંબરને મોકલી ન દેતા.
١٦ وَإِذَا أَرَدْنَا أَنْ نُهْلِكَ قَرْيَةً أَمَرْنَا مُتْرَفِيهَا فَفَسَقُوا فِيهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَاهَا تَدْمِيرًا
16 અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો ત્યાંના સુખી લોકોને આદેશ આપીએ છે અને તે ત્યાં સ્પષ્ટ રીતે અવજ્ઞા કરવા લાગે છે તો તેમના પર અઝાબની વાત નક્કી થઇ જાય છે. પછી અમે તે વસ્તીને સંપૂર્ણ નષ્ટ કરી દઇએ છીએ.
١٧ وَكَمْ أَهْلَكْنَا مِنَ الْقُرُونِ مِنْ بَعْدِ نُوحٍ ۗ وَكَفَىٰ بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا
17 નૂહ પછી અમે ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ અને તમારો પાલનહાર પોતાના બંદાઓના ગુનાહોને ખૂબ જ સારી રીતે જાણવાવાળો છે અને જોવા માટે પુરતો છે.
١٨ مَنْ كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَنْ نُرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلَاهَا مَذْمُومًا مَدْحُورًا
18 જેની ઇચ્છા ફક્ત આ ઝડપથી પ્રાપ્ત થનારી દુનિયાની જ હોય તો અમે તેને આ દુનિયામાં જ જેટલું ઇચ્છીએ પૂરેપૂરું આપીએ છીએ, છેવટે અમે તેના માટે જહન્નમ નક્કી કરી દઇએ છીએ, જ્યાં તે ધૃત્કારેલ બનીને પ્રવેશ પામશે.
١٩ وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَىٰ لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ كَانَ سَعْيُهُمْ مَشْكُورًا
19 અને જેની ઇચ્છા આખિરત પ્રાપ્ત કરવાની હોય અને જેવો પ્રયત્ન તેના માટે કરવો જોઇએ તે પણ કરે છે અને તે મોમિન પણ હોય, તો આવા લોકોના પ્રયત્નોને સન્માન આપવામાં આવશે.
٢٠ كُلًّا نُمِدُّ هَٰؤُلَاءِ وَهَٰؤُلَاءِ مِنْ عَطَاءِ رَبِّكَ ۚ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ مَحْظُورًا
20 અમે દરેકને અમારી કૃપા માંથી (રોજી) આપીએ છીએ, આ લોકોને પણ અને તેમને પણ, તમારા પાલનહારની કૃપા કોઈના માટે બંધ નથી.
٢١ انْظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْآخِرَةُ أَكْبَرُ دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا
21 જોઇ લો, અમે કેવી રીતે એકબીજા પર પ્રાથમિકતા આપી છે અને આખિરતમાં (બીજા પ્રકારના લોકો અર્થાત આખિરતનો ઈરાદો કરનાર) તેમના હોદ્દા વધારે ઉત્તમ હશે અને પ્રભુત્વ માટે પણ ખૂબ જ ઉત્તમ છે.a
٢٢ لَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَخْذُولًا
22 અલ્લાહની સાથે બીજા કોઈને ઇલાહ ન બનાવશો નહીં તો લાચાર અને નિરાશ બની બેસી રહેશો.
٢٣ وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُلْ لَهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا
23 અને તમારા પાલનહારે નિર્ણય કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત ના કરશો, અને માતા-પિતા સાથે સદવર્તન કરજો અને જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો.
٢٤ وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا
24 અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું.
٢٥ رَبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ ۚ إِنْ تَكُونُوا صَالِحِينَ فَإِنَّهُ كَانَ لِلْأَوَّابِينَ غَفُورًا
25 અને જે કંઈ પણ તમારા દિલમાં છે તેને તમારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે, જો તમે સદાચારી લોકો માંથી હોવ તો તે ઝૂકવાવાળાને માફ કરવાવાળો છે.
٢٦ وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ وَلَا تُبَذِّرْ تَبْذِيرًا
26 અને સગાંસંબંધીઓ તથા લાચારો અને મુસાફરોના હક પૂરા કરતા રહો અને ઇસ્રાફ (ખોટા ખર્ચા)થી બચો.
٢٧ إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينِ ۖ وَكَانَ الشَّيْطَانُ لِرَبِّهِ كَفُورًا
27 ખોટા ખર્ચ કરનાર શેતાનના ભાઇ છે અને શેતાન પોતાના પાલનહારનો ઘણો જ કૃતઘ્નિ છે.
٢٨ وَإِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَاءَ رَحْمَةٍ مِنْ رَبِّكَ تَرْجُوهَا فَقُلْ لَهُمْ قَوْلًا مَيْسُورًا
28 અને જો તમને તે (સગા સંબંધી, લાચારો અને મુસાફરો)થી મોઢું ફેરવવું પડે, કે (હમણા તમારી પાસે એમને આપવા માટે કઇ જ નથી પરંતુ) તમે પોતાના પાલનહારની આ કૃપાની આશા જરૂર રાખો છો, તો પણ તમે સારી રીતે અને નમ્રતા પૂર્વક તેઓને સમજાવી દો.
٢٩ وَلَا تَجْعَلْ يَدَكَ مَغْلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُومًا مَحْسُورًا
29 પોતાનો હાથ પોતાના ગળા સાથે બાંધેલો ન રાખ અને ન તો તેને તદ્દન ખોલી નાખ, નહીં તો પોતે જ ઠપકાનું કારણ કંગાળ બની જશો.
٣٠ إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
30 નિ:શંક તમારો પાલનહાર જેના માટે ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે, તેની રોજી તંગ કરી દે છે, નિ:શંક તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જુએ છે.
٣١ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا
31 અને લાચારીના ભયથી પોતાના સંતાનને મારી ન નાખો, તેમને પણ અને તમને પણ અમે જ રોજી આપીએ છીએ, નિ:શંક તેમને કતલ કરવું ખૂબ જ મોટો ગુનોહ છે.
٣٢ وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
32 ખબરદાર! અશ્લીલતાની નજીક પણ ન જશો, કારણકે તે સ્પષ્ટ નિર્લજ્જ્તા છે અને ખૂબ જ ખોટો માર્ગ છે.
٣٣ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۗ وَمَنْ قُتِلَ مَظْلُومًا فَقَدْ جَعَلْنَا لِوَلِيِّهِ سُلْطَانًا فَلَا يُسْرِفْ فِي الْقَتْلِ ۖ إِنَّهُ كَانَ مَنْصُورًا
33 અને કોઈ એવા વ્યક્તિને કતલ ન કરો, જેનું કતલ કરવાને અલ્લાહએ હરામ ઠેરવ્યું છે, જો કે સાચા તરીકા પર (કતલ કરી શકો છો) અને જો કોઈ વ્યક્તિને કારણ વગર જ કતલ કરવામાં આવે તો અમે તેમના સગા સબંધીનો અધિકાર આપ્યો છે, તેણે કતલ કરવામાં અતિરેક ના કરવો જોઈએ, ખરેખર તેની મદદ કરવામાં આવશે.
٣٤ وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۚ وَأَوْفُوا بِالْعَهْدِ ۖ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا
34 અને અનાથના ધનની નજીક પણ ન જાઓ, સિવાય ઉત્તમ રીતે, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને વચનો પૂરા કરો, કારણકે વચનો વિશે પૂછપરછ કરવામાં આવશે.
٣٥ وَأَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
35 અને જ્યારે તોલો તો પૂરેપૂરું તોલીને આપો, અને સીધા ત્રાજવાથી તોલો, આ જ ઉત્તમ તરીકો છે અને પરિણામ સ્વરૂપે પણ ખૂબ જ ઉત્તમ છે.
٣٦ وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۚ إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا
36 જે વાતની તમને ખબર પણ ન હોય તેની પાછળ ન પડી જશો, કારણ કે કાન, આંખ અને દિલ દરેકની પૂછતાછ કરવામાં આવશે.
٣٧ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّكَ لَنْ تَخْرِقَ الْأَرْضَ وَلَنْ تَبْلُغَ الْجِبَالَ طُولًا
37 અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, કારણકે ન તો તું ધરતીને ફાડી શકે છે અને ન તો લંબાઇમાં પર્વતો સુધી પહોંચી શકે છે.
٣٨ كُلُّ ذَٰلِكَ كَانَ سَيِّئُهُ عِنْدَ رَبِّكَ مَكْرُوهًا
38 આ બધાં કાર્યો એવા છે, જે તમારા પાલનહારને ખૂબ જ નાપસંદ છે.
٣٩ ذَٰلِكَ مِمَّا أَوْحَىٰ إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتُلْقَىٰ فِي جَهَنَّمَ مَلُومًا مَدْحُورًا
39 આ બધી હિકમતની વાતો છે, જે તમારા પાલનહારે તમારી તરફ વહી કરી છે, અને (હે માનવી)! અલ્લાહ સાથે બીજા કોઈને ઇલાહ ન બનાવશો, ક્યાંક નિંદાના ભોગી બની અને હાંકી કાઢી જહન્નમમાં નાખી દેવામાં આવશો.
٤٠ أَفَأَصْفَاكُمْ رَبُّكُمْ بِالْبَنِينَ وَاتَّخَذَ مِنَ الْمَلَائِكَةِ إِنَاثًا ۚ إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا
40 શું તમારા પાલનહારે પુત્રો માટે તો તમને પસંદ કરી લીધા છે અને પોતાના માટે ફરિશ્તાઓને દીકરીઓ બનાવી દીધી છે? કેટલી મોટી (ગુનાહની) ની વાત છે, જે તમે કહી રહ્યા છો.
٤١ وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا
41 અમે તો આ કુરઆનમાં (સત્યતાને) અલગ અલગ રીતે વર્ણન કરી દીધી છે, જેથી લોકો સમજી જાય, પરંતુ તેનાથી તે લોકોમાં નફરત જ વધતી ગઈ.
٤٢ قُلْ لَوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا
42 તમે તેમને કહી દો કે જો અલ્લાહ સાથે બીજો કોઈ ઇલાહ હોત, જેવું કે આ મુશરિક લોકો કહે છે, તો જરૂર અત્યાર સુધી અર્શના માલિક સુધીનો માર્ગ શોધી કાઢતા.
٤٣ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا
43 તે ઘણો જ પવિત્ર છે, અને તે વાતોથી ખૂબ જ ઉચ્ચ છે, જે કંઈ આ લોકો કરી રહ્યા છે.
٤٤ تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالْأَرْضُ وَمَنْ فِيهِنَّ ۚ وَإِنْ مِنْ شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِنْ لَا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
44 સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે, તેના જ નામની તસ્બીહ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી, જે તેના વખાણ સાથે તેની તસ્બીહ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમની તસ્બીહ સમજી શકતા નથી, તે ખૂબ જ પ્રતિષ્ઠિત અને માફ કરનાર છે.
٤٥ وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا
45 અને તમે જ્યારે કુરઆન પઢો છો, અમે તમારી અને તે લોકોની વચ્ચે એક છૂપો પરદો નાખી દઇએ છીએ, જે આખિરત પર ઈમાન નથી ધરાવતા.
٤٦ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا
46 અમે તેમના દિલો ઉપર પરદા નાંખી દીધા છે કે તેઓ આ (કુરઆનને) સમજી જ નથી શકતા અને તેમના કાનમાં બોજ છે અને જ્યારે તમે ફકત એક અલ્લાહના જ નામનું ઝિકર કરો છો, તો તે લોકો નફરત સાથે પીઠ ફેરવી પાછા ફરી જાય છે.
٤٧ نَحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا
47 અમે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તમારી તરફ કાન લગાવે છે તો કઈ વસ્તુ તરફ લગાવે છે, અને તેઓ જે ગુપચુપ કરી રહ્યા છે તેને પણ સારી રીતે જાને છે, જ્યારે આ જાલિમ લોકો કહે છે કે તમે તેનું અનુસરણ કરી રહ્યા છો જેની ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે.
٤٨ انْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا
48 જુઓ તો ખરા, તે તમારા માટે કેવા કેવા ઉદાહરણ વર્ણન કરી રહ્યો છે. તે લોકો એવા ભટકી ગયા છે કે હવે તેઓ સત્યમાર્ગ પામી શકતા નથી.
٤٩ وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
49 તે લોકોએ કહે છે કે કે જ્યારે અમે હાડકાંઓ અને કણ કણ થઇ જઇશું તો શું અમારું સર્જન ફરીથી કરવામાં આવશે?
٥٠ قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا
50 તમે તેમને કહી દો, કે તમે પથ્થર બની જાવો અથવા લોખંડ.
٥١ أَوْ خَلْقًا مِمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ ۚ فَسَيَقُولُونَ مَنْ يُعِيدُنَا ۖ قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ ۖ قُلْ عَسَىٰ أَنْ يَكُونَ قَرِيبًا
51 અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, (બની જાઓ તો પણ અલ્લાહ ફરી વખત જીવિત કરી દેશે) પછી તે લોકો એમ પૂછે, કે અમને બીજી વાર કોણ જીવિત કરશે? તમે જવાબ આપી દો કે તે જ પેદા કરશે, જેણે તમને પ્રથમ વખત પેદા કર્યા, પછી તેઓ તમારી સમક્ષ માથું હલાવીને પૂછશે કે સારું તો આવું ક્યારે થશે? તમે જવાબ આપી દો કે કદાચ તે સમય નજીક જ હોય.
٥٢ يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِ وَتَظُنُّونَ إِنْ لَبِثْتُمْ إِلَّا قَلِيلًا
52 જે દિવસે તે તમને બોલાવશે, તમે તેની પ્રશંસા કરતા, તેના આદેશોનું અનુસરણ કરશો અને વિચારશો કે અમે (દુનિયામાં) ખૂબ જ ઓછા રોકાયા.
٥٣ وَقُلْ لِعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ الشَّيْطَانَ يَنْزَغُ بَيْنَهُمْ ۚ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنْسَانِ عَدُوًّا مُبِينًا
53 તમે મારા બંદાઓને કહી દો કે તે જ વાત ઝબાનથી કાઢે જે સારી હોય, કારણકે શેતાન અંદરોઅંદર વિવાદ કરાવે છે. નિ:શંક શેતાન માનવીનો ખુલ્લો દુશ્મન છે.
٥٤ رَبُّكُمْ أَعْلَمُ بِكُمْ ۖ إِنْ يَشَأْ يَرْحَمْكُمْ أَوْ إِنْ يَشَأْ يُعَذِّبْكُمْ ۚ وَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ وَكِيلًا
54 તમારો પાલનહાર તમારી સ્થિતિ ખૂબ સારી રીતે જાણે છે, તે ઇચ્છે તો તમારા પર દયા કરે અથવા ઇચ્છે તો તમને અઝાબ આપે, (હે નબી!) અમે તમને તેઓના વકીલ બનાવી નથી મોકલ્યા.
٥٥ وَرَبُّكَ أَعْلَمُ بِمَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ ۖ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
55 આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તમારો પાલનહાર તે બધું જ ખૂબ સારી રીતે જાણે છે, અમે કેટલાક પયગંબરોને કેટલાક પર પ્રાથમિકતા આપી છે અને દાઉદને અમે ઝબુર આપી.
٥٦ قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُمْ مِنْ دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَلَا تَحْوِيلًا
56 તમે તેમને કહી દો કે તેમને પોકારો, જેમને તમે અલ્લાહ સિવાય મઅબૂદ સમજો છો, ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે.
٥٧ أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا
57 જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોઈ તેની નિકટતા પ્રાપ્ત કરી લે, તે પોતે અલ્લાહની દયાની આશા રાખે છે અને તેના અઝાબથી ભયભીત રહે છે. ખરેખર તમારા પાલનહારનો અઝાબ એવી વસ્તુ છે, જેનાથી ડરવું જોઈએ.
٥٨ وَإِنْ مِنْ قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا
58 જેટલી પણ વસ્તીઓ છે અમે કયામતના દિવસ પહેલા તેમને નષ્ટ કરી દઇશું અથવા સખત સજા આપીશું, આ તો કિતાબમાં લખી દેવામાં આવ્યું છે.
٥٩ وَمَا مَنَعَنَا أَنْ نُرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَنْ كَذَّبَ بِهَا الْأَوَّلُونَ ۚ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا ۚ وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا
59 જે વાત અમને મુઅજિઝા મોકલવાથી રોકે છે તે વાત એ છે કે પહેલાના લોકો તેને જુઠલાવી ચૂક્યા છે, અમે ષમૂદના લોકોને મુઅજિઝા રૂપે ઊંટડી આપી હતી, પરંતુ તે લોકોએ તેના પર જુલ્મ કર્યો હતો, અમે તો લોકોને ડરાવવા માટે જ મુઅજિઝા મોકલીએ છીએ.
٦٠ وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ ۚ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ ۚ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا
60 અને જ્યારે અમે તમને કહ્યું હતું કે તમારા પાલનહારે લોકોને ઘેરાવમાં લઇ લીધા છે, અને જે દ્રશ્ય (મેઅરાજનો કિસ્સો) અમે તમને નરી આંખે બતાવ્યો અને એવી જ રીતે, તે વૃક્ષ પણ, જેના પર કુરઆનમાં લઅનત કરવામાં આવી છે, તે લોકો માટે સ્પષ્ટ કસોટી હતી, અમે તે લોકોને ડરાવી રહ્યા છીએ, પરંતુ ચેતવણી તેમના વિદ્રોહ વધારો જ કરતી જાય છે.
٦١ وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا
61 અને (યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું હતું કે આદમને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો, તેણે કહ્યું કે શું હું તેને સિજદો કરું જેને તેં માટીથી બનાવ્યો છે?
٦٢ قَالَ أَرَأَيْتَكَ هَٰذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا
62 પછી કહેવા લાગ્યો, સારું આ છે તે માનવી? જેને તે મારા પર પ્રભુત્વ આપ્યું છે,પરંતુ જો તેં મને પણ કયામત સુધી ઢીલ આપી તો હું તેના સંતાનને થોડાંક લોકો સિવાય, (ઘણા લોકોને) પોતાના વશમાં કરી દઇશ.
٦٣ قَالَ اذْهَبْ فَمَنْ تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَوْفُورًا
63 અલ્લાહ તઆલાએ કહ્યું, જા (તને મહેતલ આપવામાં આવી) તે લોકો માંથી જેઓ પણ તારું અનુસરણ કરવા લાગશે તો તમારા સૌની સજા જહન્નમ છે, જે પૂરેપૂરો બદલો છે.
٦٤ وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُمْ بِصَوْتِكَ وَأَجْلِبْ عَلَيْهِمْ بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ وَعِدْهُمْ ۚ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
64 તે લોકો માંથી તું જે લોકોને પણ પોતાના અવાજ વડે પથભ્રષ્ટ કરી શકે કરી લે અને તેમના પર પોતાના સવાર અને મદદ કરનારાઓને ચઢાવી દે અને તેમનું ધન અને સંતાન માંથી પોતાનો પણ ભાગ ઠેરાવ અને તે લોકોને (જુઠ્ઠા) વચનો આપ, તે લોકોને જેટલા વચનો શેતાન આપે છે, સ્પષ્ટ ધોકો છે.
٦٥ إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ ۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلًا
65 મારા સાચા બંદાઓ પર તારો કોઈ વશ નહીં ચાલે, તારો પાલનહાર પૂરતો વ્યવસ્થાપક છે.
٦٦ رَبُّكُمُ الَّذِي يُزْجِي لَكُمُ الْفُلْكَ فِي الْبَحْرِ لِتَبْتَغُوا مِنْ فَضْلِهِ ۚ إِنَّهُ كَانَ بِكُمْ رَحِيمًا
66 તમારો પાલનહાર તે છે, જે તમારા માટે દરિયામાં જહાજો ચલાવે છે, જેથી તમે તેની કૃપા શોધો, તે તમારા પર ખૂબ જ દયા કરવાવાળો છે.
٦٧ وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَنْ تَدْعُونَ إِلَّا إِيَّاهُ ۖ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ ۚ وَكَانَ الْإِنْسَانُ كَفُورًا
67 અને દરિયાઓમાં તકલીફ પડતાની સાથે જ જેમને તમે પોકારતા હતા સૌ અદૃશ્ય થઇ જાય છે, ફકત તે અલ્લાહ જ બાકી રહી જાય છે. પછી જ્યારે તે તમને બચાવી કિનારા પર લઈ આવે છે તો તમે મોઢું ફેરવી લો છો. અને માનવી ખૂબ જ કૃતઘ્નિ છે.
٦٨ أَفَأَمِنْتُمْ أَنْ يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا
68 તો શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે તમને કિનારા તરફ (લાવી ધરતી)માં ધસાવી દે, અથવા તમારા પર પથ્થરોનું વાવાઝોડું મોકલી દે, પછી તમે પોતાના માટે કોઈને પણ નિરીક્ષક નહીં જુઓ?
٦٩ أَمْ أَمِنْتُمْ أَنْ يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَىٰ فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِنَ الرِّيحِ فَيُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ ۙ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا
69 શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે અલ્લાહ તઆલા ફરી તમને બીજી વખત દરિયાની મુસાફરી કરાવે અને તમારા પર સખત હવા મોકલે અને તમારા કુફરના કારણે તમને ડુબાડી દે, પછી તમને કોઈ નહીં મળે, જે આ વિશે અમારો પીછો કરી શકે.
٧٠ وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَىٰ كَثِيرٍ مِمَّنْ خَلَقْنَا تَفْضِيلًا
70 નિ:શંક અમે આદમના સંતાનને ખૂબ જ ઇજજત આપી અને તેમને ધરતી અને દરિયાના વાહનો પણ આપ્યા, અને તેમને પવિત્ર વસ્તુઓની રોજી આપી અને અમારા કેટલાય સર્જન પર તેમને પ્રાથમિકતા આપી.
٧١ يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ ۖ فَمَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَأُولَٰئِكَ يَقْرَءُونَ كِتَابَهُمْ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
71 જે દિવસે અમે દરેક જૂથને તેમના સરદારો સાથે બોલાવીશું, પછી જેમનું પણ કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવ્યું તે તો ખુશીથી પોતાનું કર્મપત્ર વાંચવા લાગશે અને દોરા બરાબર પણ જુલ્મ કરવામાં નહીં આવે.
٧٢ وَمَنْ كَانَ فِي هَٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا
72 અને જે પણ આ દુનિયામાં આંધળો બનીને રહ્યો, તે આખિરતમાં પણ આંધળો અને માર્ગથી ખૂબ જ ભટકેલો હશે.
٧٣ وَإِنْ كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ ۖ وَإِذًا لَاتَّخَذُوكَ خَلِيلًا
73 અમે તમારી તરફ હે વહી ઉતારી છે, નજીક જ હતું કે આ કાફિર તમને તેનાથી પથભ્રષ્ટ કરી દે, કે તમે તેના સિવાય બીજું જ અમારા નામથી ઘડી કાઢો, આ સ્થિતિમાં તે લોકો તમને પોતાના મિત્ર બનાવી લેત.
٧٤ وَلَوْلَا أَنْ ثَبَّتْنَاكَ لَقَدْ كِدْتَ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا
74 જો અમે તમને અડગ ન રાખતા તો ઘણું જ શક્ય હતું કે તમે તેમની તરફ થોડાંક ઝૂકી જતા.
٧٥ إِذًا لَأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا
75 જો આવું થાત તો અમે તમને દુનિયામાં પણ બમણી સજા આપતા અને મૃત્યુ પછી પણ, પછી તમે તો પોતાના માટે અમારી વિરુદ્ધ કોઈને મદદ કરનાર પણ ન જોતા.
٧٦ وَإِنْ كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا ۖ وَإِذًا لَا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلًا
76 આ લોકો તો તમારા ડગલા આ ધરતી પરથી ઉખાડી નાખવા માંગતા હતા કે તમને અહીંયાથી કાઢી મૂકે, આ સ્થિતિમાં પછી આ લોકો પણ તમાર થોડોક જ સમય રોકાઇ શકતા.
٧٧ سُنَّةَ مَنْ قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِنْ رُسُلِنَا ۖ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا
77 અમે તમારા પહેલા જેટલા પણ રસૂલો મોકલ્યા, તેમના માટે પણ અમારો આ જ નિયમ હતો, અને અમારા નિયમોમાં તમે ફેરફાર નહીં જુઓ.
٧٨ أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا
78 નમાઝ પઢતા રહો, સૂર્યાસ્તથી લઇ રાત્રિના અંધકાર સુધી અને ફજરના સમયે કુરઆન પઢતા રહો, ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે.
٧٩ وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَكَ عَسَىٰ أَنْ يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَحْمُودًا
79 રાત્રિના થોડાંક સમયે તહજ્જુદ(ની નમાઝ) પઢતા રહો, આ તમારા માટે વધારાની નમાઝ છે, નજીક માંજ તમારો પાલનહાર તમને "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશે.
٨٠ وَقُلْ رَبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ وَاجْعَلْ لِي مِنْ لَدُنْكَ سُلْطَانًا نَصِيرًا
80 અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર! મને જ્યાં પણ લઇ જા સચ્ચાઈ સાથે લઇ જા અને જ્યાંથી પણ કાઢે સચ્ચાઈ સાથે કાઢ અને મારા માટે તારી પાસેથી વિજય અને મદદ નક્કી કરી દે.
٨١ وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ۚ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا
81 અને જાહેર કરી દો કે સત્ય આવી ગયું અને અસત્ય નષ્ટ થઇ ગયું, નિ:શંક અસત્ય નષ્ટ થવાનું જ હતું.
٨٢ وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا
82 અને અમે કુરઆનમાં જે કઈ પણ ઉતારીએ છીએ તે તો મોમિનો માટે શિફા અને રહેમત છે, પરંતુ જાલિમ લોકોના નુકસાનમાં વધારો કરે છે.
٨٣ وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنْسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ ۖ وَإِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوسًا
83 અને અમે માનવીને જ્યારે ઇનામ આપીએ છીએ તો તે મોઢું ફેરવી લે છે અને પડખું ફેરવી લે છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે નિરાશ થઇ જાય છે.
٨٤ قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا
84 તમે તેમને કહી દો કે દરેક વ્યક્તિ પોતાની રીતે કર્મ કરી રહ્યો છે, તમારો પાલનહાર જ ખૂબ સારી રીતે જાણે છે કે કોણ વધારે સાચા માર્ગ પર ચાલી રહ્યો છે.
٨٥ وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ ۖ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُمْ مِنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا
85 અને આ લોકો તમને “રૂહ” વિશે સવાલ કરે છે તમે જવાબ આપી દો કે, “રૂહ” મારા પાલનહારના આદેશથી છે અને તમને ખૂબ જ ઓછું જ્ઞાન આપવામાં આવ્યું છે.
٨٦ وَلَئِنْ شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا
86 અને જે કઈ અમે આપની તરફ વહી કરી છે, જો અમે ઈચ્છીએ તો તેને લઇ લઈએ, પછી અમારી વિરુદ્ધ તમને કોઈ (એવો) મદદ કરનાર નહીં મળે (જે તેને પરત લાવી બતાવે).
٨٧ إِلَّا رَحْمَةً مِنْ رَبِّكَ ۚ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا
87 કદાચ તમારા પાલનહાર જ તમારા પર દયા કરે, નિ:શંક તમારા પર તેની ઘણી જ કૃપા છે.
٨٨ قُلْ لَئِنِ اجْتَمَعَتِ الْإِنْسُ وَالْجِنُّ عَلَىٰ أَنْ يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا
88 તમે તેમને કહી દો કે જો દરેક માનવી અને દરેક જિન્નાતો મળી આ કુરઆન જેવું લાવવા ઇચ્છે તો નથી લાવી શકતા, ભલેને તેઓ એક બીજાની મદદ કરનારા બની જાય.
٨٩ وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا
89 અમે તો આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણો અલગ અલગ રીતે વર્ણન કર્યા છે, પરંતુ વધારે પડતા લોકોએ તેનો સ્વીકાર ના કર્યો, બસ કુફર જ કરતા રહ્યા.
٩٠ وَقَالُوا لَنْ نُؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنْبُوعًا
90 તે લોકોએ કહ્યું કે અમે તમારા પર ત્યાં સુધી ઇમાન નહીં લાવીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે ધરતી માંથી કોઈ ઝરણું વહેતું ન કરી દો.
٩١ أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِنْ نَخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا
91 અથવા તમારા માટે ખજૂર અને દ્રાક્ષનો બગીચો હોય અને તેની વચ્ચે તમે ઘણી નહેરો વહાવી બતાવો.
٩٢ أَوْ تُسْقِطَ السَّمَاءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِيَ بِاللَّهِ وَالْمَلَائِكَةِ قَبِيلًا
92 અથવા તમે આકાશને અમારા પર ટુકડે ટુકડા કરી પાડી દો, જેવું કે તમારો વિચાર છે અથવા તમે અલ્લાહ તઆલાને અને ફરિશ્તાઓને અમારી સમક્ષ ઊભા કરી બતાવો.
٩٣ أَوْ يَكُونَ لَكَ بَيْتٌ مِنْ زُخْرُفٍ أَوْ تَرْقَىٰ فِي السَّمَاءِ وَلَنْ نُؤْمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيْنَا كِتَابًا نَقْرَؤُهُ ۗ قُلْ سُبْحَانَ رَبِّي هَلْ كُنْتُ إِلَّا بَشَرًا رَسُولًا
93 અથવા તમારા માટે કોઈ સોનાનું ઘર હોય, અથવા તમે આકાશ પર ચઢી બતાવો, અને અમે તો તમારા ચઢી જવાને ત્યાં સુધી નહીં માનીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે કોઈ કિતાબ લઇને ન આવો, જેને અમે પોતે પઢી લઇએ, તમે તેમને જવાબ આપી દો કે મારો પાલનહાર પવિત્ર છે, હું તો ફક્ત એક મનુષ્ય જ છું, જેને પયગંબર બનાવવામાં આવ્યો છે.
٩٤ وَمَا مَنَعَ النَّاسَ أَنْ يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَنْ قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَسُولًا
94 લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી પણ તેમને ઇમાન લાવવાથી ફક્ત એ જ વાત રોકે છે કે શું અલ્લાહએ મનુષ્યને પયગંબર બનાવી મોકલ્યા છે?
٩٥ قُلْ لَوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِنَ السَّمَاءِ مَلَكًا رَسُولًا
95 તમે તેમને કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા.
٩٦ قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
96 તમે તેમને કહી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહની જ ગવાહી પુરતી છે. તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને ખૂબ જ સારી રીતે જોવાવાળો છે.
٩٧ وَمَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَنْ يُضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِنْ دُونِهِ ۖ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَىٰ وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا ۖ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا
97 અલ્લાહ જેને હિદાયત આપે તો તે જ હિદાયત મેળવી શકે છે અને જેને તે માર્ગથી ગુમરાહ કરી દે, તો આવા લોકો માટે તમે અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર બીજા કોઈને નહીં જુઓ, અમે આવા લોકોને કયામતના દિવસે ઊંધા મોઢે આંધળા મૂંગા અને બહેરા કરી ઉઠાવીશું, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તે (આગ) ઠંડી પડવા લાગશે, અમે તેમના માટે તે (આગ)ને વધું ભડકાવી દઇશું.
٩٨ ذَٰلِكَ جَزَاؤُهُمْ بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
98 આ તેમની સજા હશે, કારણકે તે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો, અને કહ્યું કે શું અમે જ્યારે હાડકા અને કણ કણ થઇ જઇશું, પછી અમારું સર્જન નવી રીતે કરવામાં આવશે?
٩٩ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَىٰ أَنْ يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا
99 શું તે લોકોએ તે વાત વિશે વિચાર ન કર્યો કે જે અલ્લાહએ આકાશો અને ધરતીનું સર્જન કર્યું છે તે તેમના જેવાનું સર્જન કરવા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે. તેણે જ તેમના માટે એક એવો સમય નક્કી કરી રાખ્યો છે જેમાં કોઇ શંકા નથી, પરંતુ જાલિમ લોકો ઇન્કાર જ કરતા રહે છે.
١٠٠ قُلْ لَوْ أَنْتُمْ تَمْلِكُونَ خَزَائِنَ رَحْمَةِ رَبِّي إِذًا لَأَمْسَكْتُمْ خَشْيَةَ الْإِنْفَاقِ ۚ وَكَانَ الْإِنْسَانُ قَتُورًا
100 તમે તેમને કહી દો કે જો કદાચ તમે મારા પાલનહારના ખજાનાના માલિક હોત, તો તમે તે સમયે પણ ખર્ચ થઇ જવાના ભયથી તેને પોતાની પાસે જ રોકી રાખતા અને માનવી તંગ દીલનો છે.
١٠١ وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَىٰ مَسْحُورًا
101 અમે મૂસાને નવ સ્પષ્ટ નિશાનીઓ આપી હતી, તમે પોતે જ બની ઇસ્રાઇલને પૂછી લો કે જ્યારે મૂસા તેમની પાસે પહોંચ્યા તો ફિરઔને કહ્યું કે, હે મૂસા! મારા મત મુજબ તો તારા પર જાદુ કરવામાં આવ્યું છે.
١٠٢ قَالَ لَقَدْ عَلِمْتَ مَا أَنْزَلَ هَٰؤُلَاءِ إِلَّا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ بَصَائِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَا فِرْعَوْنُ مَثْبُورًا
102 મૂસાએ જવાબ આપ્યો કે તું ખૂબ સારી રીતે જાણે છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઔન! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ.
١٠٣ فَأَرَادَ أَنْ يَسْتَفِزَّهُمْ مِنَ الْأَرْضِ فَأَغْرَقْنَاهُ وَمَنْ مَعَهُ جَمِيعًا
103 ફિરઔને પાકો ઇરાદો કરી લીધો કે તે બની ઈસ્રાઈલને ધરતી માંથી ઉખાડી દે, છેવટે અમે ફિરઔનને અને તેના સાથીઓને જ ડુબાડી દીધા.
١٠٤ وَقُلْنَا مِنْ بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا
104 ત્યાર પછી અમે બની ઇસ્રાઇલના કહી દીધું કે આ ધરતી પર તમે રહો, હાં જ્યારે આખિરતનું વચન આવશે તો અમે તમને સૌને ભેગા કરીને લઇ આવીશું.
١٠٥ وَبِالْحَقِّ أَنْزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا
105 અને અમે આ કુરઆનને સત્ય સાથે ઉતાર્યું છે, સત્ય સાથે જ ઉતર્યું છે, અમે તમને ફક્ત ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા છે.
١٠٦ وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنْزِيلًا
106 કુરઆનને અમે થોડું થોડું કરીને એટલા માટે ઉતાર્યું છે કે તમે કુરઆનને સમયાંતરે લોકોને સંભળાવો અને અમે પોતે પણ આને સમયાંતરે ઉતાર્યું છે.
١٠٧ قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِنْ قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا
107 તમે તેમને કહી દો તમે આના પર ઇમાન લાવો અથવા ન લાવો, જેમને પહેલાથી જ જ્ઞાન આપવામાં આવ્યું છે તેમની પાસે જ્યારે પણ કુરઆન પઢવામાં આવે છે તો તે ઘુંટણના બળે સિજદામાં પડી જાય છે.
١٠٨ وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِنْ كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا
108 અને કહે છે કે અમારો પાલનહાર પવિત્ર છે અમારા પાલનહારનું વચન કોઈ શંકા વગર પૂરું થઇને જ રહેશે.
١٠٩ وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩
109 તેઓ પોતાની દાઢીઓના ભાગ વડે રડતા રડતા સિજદામાં પડી જાય છે અને આ કુરઆન દ્વારા તેમની નમ્રતા ખૂબ વધી જાય છે.
١١٠ قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا
110 તમેં તેમને કહી દો કે અલ્લાહ (કહીને) પોકારો, અથવા રહમાન કહી, જે નામથી પણ પોકારો તેના દરેક નામ સારા જ છે, તમે પોતાની નમાઝ ન તો મોટા અવાજે પઢો અને ન તો તદ્દન ધીમે, પરંતુ મધ્યમ અવાજે પઢો.
١١١ وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُنْ لَهُ وَلِيٌّ مِنَ الذُّلِّ ۖ وَكَبِّرْهُ تَكْبِيرًا
111 અને એવું કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે ન તો કોઈને દીકરો બનાવ્યો છે અને ન પોતાના સામ્રાજ્યમાં કોઈને ભાગીદાર ઠેરવે છે અને ન તે અશક્ત છે કે જેથી તેને કોઈની મદદની જરૂર પડે અને તમે તેની ઉચ્ચતાનું વર્ણન ખૂબ જ કરતા રહો.