وَالصَّافَّاتِ صَفًّا
લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ની કસમ!
القرآن الكريمRabella Al-Omari
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
وَالصَّافَّاتِ صَفًّا
લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ની કસમ!
فَالزَّاجِرَاتِ زَجْرًا
પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓની.
فَالتَّالِيَاتِ ذِكْرًا
પછી તેમની જે ઝિકર (કુરઆન)ની તિલાવત કરવાવાળા છે.
إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ
નિ:શંક તમારા સૌનો ઇલાહ એક જ છે.
رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને તે વસ્તુઓનો પણ, જે તે બન્નેની વચ્ચે છે અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ
અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
وَحِفْظًا مِنْ كُلِّ شَيْطَانٍ مَارِدٍ
અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
لَا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِنْ كُلِّ جَانِبٍ
તે ઉપરની વાતો સાંભળી જ નથી શકતા અને દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
જેથી તેઓ ભાગી જાય અને તેમના માટે હંમેશા રહેવાવાળો અઝાબ છે.
إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ
પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَمْ مَنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُمْ مِنْ طِينٍ لَازِبٍ
(હે નબી!) તમે તેમને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ
અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો માનતા નથી .
وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ
અને જ્યારે કોઇ નિશાની જુએ છે, તો તેની મશ્કરી કરે છે.
وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે?
أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
શું આપણા પૂર્વજોને પણ ઉઠાવવામાં આવશે?
قُلْ نَعَمْ وَأَنْتُمْ دَاخِرُونَ
તમે તેમને જવાબ આપી દો કે હા (આવું જરૂર થશે) અને તમારૂ અપમાન પણ થશે.
فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنْظُرُونَ
તે તો ફક્ત એક સખત ઝટકો હશે, અચાનક તેઓ બધું જ જોવા લાગશે.
وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય! આ જ બદલાનો દિવસ છે.
هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ
(ફરી તેમને કેહવામાં આવશે) આ જ નિર્ણયનો દિવસ છે, જેને તમે જુઠલાવતા હતા.
احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ
(ફરિશ્તાઓને કહેવામાં આવશે કે) જાલિમ લોકોને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, બધાને એકઠા કરો
مِنْ دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ
(તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
وَقِفُوهُمْ ۖ إِنَّهُمْ مَسْئُولُونَ
અને તેમને ઉભા રાખો, તેમને સવાલ પુછવામાં આવશે.
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
તમને શું થઇ ગયું છે કે (આજે) તમે એકબીજાની મદદ કેમ નથી કરતા?
بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ
પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા હશે.
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
قَالُوا إِنَّكُمْ كُنْتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ
(કમજોર લોકો મોટા લોકોને) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
قَالُوا بَلْ لَمْ تَكُونُوا مُؤْمِنِينَ
(મોટા લોકો) જવાબ આપશે કે ના (આવું નથી) પરંતુ તમે જ ઈમાન લાવનારા ન હતા.
وَمَا كَانَ لَنَا عَلَيْكُمْ مِنْ سُلْطَانٍ ۖ بَلْ كُنْتُمْ قَوْمًا طَاغِينَ
અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ
આજે અમારા પાલનહારનીએ વાત અમારા માટે સાબિત થઇ ગઈ કે અમે અઝાબનો સ્વાદ ચાખીશું.
فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ
બસ! અમે તમને ગુમરાહ કર્યા કારણકે અમે પોતે જ ગુમરાહ હતા.
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
આજના દિવસે તો (બધા જ) અઝાબમાં બરાબરના ભાગીદાર હશે.
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ
જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ ઇલાહ નથી, તો આ લોકો ઘમંડ કરવા લાગતા.
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَجْنُونٍ
અને કહેતા હતા કે શું અમે એક પાગલ કવિની વાત માની લઇને અમારા મઅબૂદોને છોડી દઇએ?
بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ
જો કે તે (પયગંબર) તો સત્ય લઈને લાવ્યા અને તેણે દરેક પયગંબરોને પુષ્ટિ કરી હતી.
إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ
(ફરી તેમને કહેવામાં આવશે) કે આજે તમારે દુ:ખદાયી અઝાબનો સ્વાદ ચાખવો પડશે.
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنْتُمْ تَعْمَلُونَ
તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
પરંતુ અલ્લાહ તઆલાના મુખલિસ (નિખાલસ) બંદાઓ (આ અઝાબથી) સુરક્ષિત હશે.
أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَعْلُومٌ
તેમના માટે નક્કી કરેલ રોજી હશે.
فَوَاكِهُ ۖ وَهُمْ مُكْرَمُونَ
અર્થાત (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
فِي جَنَّاتِ النَّعِيمِ
નેઅમતો વાળી જન્નતોમાં,
عَلَىٰ سُرُرٍ مُتَقَابِلِينَ
આસનો પર એકબીજાની સામે બેઠા હશે.
يُطَافُ عَلَيْهِمْ بِكَأْسٍ مِنْ مَعِينٍ
સાફ શરાબના પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
بَيْضَاءَ لَذَّةٍ لِلشَّارِبِينَ
જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنْزَفُونَ
ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
وَعِنْدَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
كَأَنَّهُنَّ بَيْضٌ مَكْنُونٌ
એવી, જેવું કે છૂપાયેલા ઇંડા હોય.
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
قَالَ قَائِلٌ مِنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ
તેમના માંથી એક કહેશે કે (દુનિયામાં) મારો એક મિત્ર હતો,
يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ
જે મને કહેતો હતો કે શું તું પણ (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી બની ગયો?
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ
શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે?
قَالَ هَلْ أَنْتُمْ مُطَّلِعُونَ
પછી તે કહેશે કે શું તમે તેની દશા જોવા ઇચ્છો છો?
فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ
જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
قَالَ تَاللَّهِ إِنْ كِدْتَ لَتُرْدِينِ
કહેશે, અલ્લાહ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنْتُ مِنَ الْمُحْضَرِينَ
જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
પછી (ખુશીથી પોતાના દિલમાં કહેશે) શું હવે અમે મૃત્યુ પામવાના જ નથી?
إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
અમારે પ્રથમ વખત જ મૃત્યુ પામવાના હતા, હવે અમને અઝાબ પણ નહીં થાય.
إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ
પછી તો આ ભવ્ય સફળતા છે.
لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ
આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
أَذَٰلِكَ خَيْرٌ نُزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)ના વૃક્ષની?
إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِلظَّالِمِينَ
જેને અમે જાલિમ લોકો માટે એક અજમાયશ બનાવ્યું છે.
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ
તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ
જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
(જહન્નમના લોકો) આ જ વૃક્ષને ખાશે અને તેનાથી જ પેટ ભરશે.
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِنْ حَمِيمٍ
પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ
પછી તે સૌને જહન્નમ તરફ ફેરવવામાં આવશે.
إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ
તે લોકોએ પોતાના પૂર્વજોને ગુમરાહ જોયા.
فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ
અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ
જો કે તેમના પહેલાના ઘણા લોકો ગુમરાહ થઇ ગયા હતા.
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِمْ مُنْذِرِينَ
જેમની પાસે અમે ડરાવનાર મોકલ્યા હતા.
فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنْذَرِينَ
હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
(તે લોકો માંથી) ફક્ત નિખાલસ બંદાઓ જ સુરક્ષિત રહ્યા.
وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ
અને અમને નૂહએ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
અને ફક્ત તેમની સંતાનને બાકી રાખી.
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ
નૂહ પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
પછી અમે બીજાને ડુબાડી દીધા.
وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
અને તે (નૂહનું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ પણ હતા.
إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર દિલ લઈને આવ્યા.
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો?
أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
શું તમે અલ્લાહ ને છોડીને ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો?
فَمَا ظَنُّكُمْ بِرَبِّ الْعَالَمِينَ
તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો?
فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
પછી (એકવાર) તેમણે તારાઓ તરફ એક નજર કરી.
فَقَالَ إِنِّي سَقِيمٌ
અને કહ્યું કે હું બિમાર છું.
فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
(ઇબ્રાહીમ) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા?
مَا لَكُمْ لَا تَنْطِقُونَ
તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
પછી જમણા હાથ વડે તેમને ખૂબ મારવા લાગ્યા.
فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
(પાછા આવીને કોમે જ્યારે આ સ્થિતિ જોઈ) દોડતા દોડતા ઈબ્રાહીમ પાસે આવ્યા.
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
(ઇબ્રાહીમે) કહ્યું, શું તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે પોતે જ કોતરો છો.
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ
તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ
અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ
હે મારા પાલનહાર! મને સદાચારી સંતાન આપ,
فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
તો અમે તેમને એક ધૈર્યવાન બાળકની ખુશખબરી આપી.
فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانْظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِنْ شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ
પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા! હું સપનામાં તને ઝબહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ
જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) કપાળે ઊંધો પાડી દીધો,
وَنَادَيْنَاهُ أَنْ يَا إِبْرَاهِيمُ
તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ!
قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ
ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ
અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ
ઇબ્રાહીમ પર સલામ છે.
كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِنَ الصَّالِحِينَ
અને અમે તેમને ઇસ્હાકની ખુશખબરી આપી,જે સદાચારી લોકો માંથી, પયગંબર હશે.
وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِنْ ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِنَفْسِهِ مُبِينٌ
અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
નિ:શંક અમે મૂસા અને હારૂન પર ઘણો જ ઉપકાર કર્યો.
وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અને તેમને તથા તેમની કોમને મોટા દુઃખથી છુટકારો આપ્યો.
وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ
અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ
અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
અને અમે તે બન્નેનું સારૂ નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
કે મૂસા અને હારૂન પર સલામ થાય.
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ
નિ:શંક ઇલ્યાસ પણ પયગંબરો માંથી હતા.
إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ
જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી?
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ
શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ
તે અલ્લાહને, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ! તેઓને જરૂર (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત રહેશે.)
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અમે (ઇલ્યાસ) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ
ઇલ્યાસ પર સલામ થાય.
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
وَإِنَّ لُوطًا لَمِنَ الْمُرْسَلِينَ
નિ:શંક લૂત પણ પયગંબરો માંથી હતા,
إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને (અઝાબથી) છુટકારો આપ્યો,
إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِمْ مُصْبِحِينَ
અને તમે (તે ઉજ્જડ વસ્તી) પાસેથી સવારના સમયે પસાર થાવ છો.
وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
અને રાતના સમયે પણ (પસાર થાવ છો), શું તો પણ સમજતા નથી?
وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
અને નિ:શંક યૂનુસ પયગંબરો માંથી હતા.
إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
બસ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
તો કયામત સુધી માછલીના પેટમાં જ રહેતા.
فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
બસ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
وَأَنْبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِنْ يَقْطِينٍ
અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
અને (ત્યારબાદ) અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ (પયગંબર બનાવી) મોકલ્યા.
فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
બસ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું?
أَلَا إِنَّهُمْ مِنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
જાણી લો કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ
શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી?
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
તમને શું થઇ ગયું છે? કેવી વાતો કહેતા ફરો છો?
أَفَلَا تَذَكَّرُونَ
શું તમે સમજતા પણ નથી?
أَمْ لَكُمْ سُلْطَانٌ مُبِينٌ
અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે?
فَأْتُوا بِكِتَابِكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકોને)અઝાબ સામે રજૂ કરવામાં આવશે.
سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય. (જેઓ આવા આરોપ લગાવતા નથી)
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
مَا أَنْتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ
આ (નિખાલસ બંદાઓને) અલ્લાહ વિરૂદ્વ ફિતનામા નાખી શકતા નથી.
إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ
જે જહન્નમમાં રહેવાવાળો છે, તેના સિવાય.
وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَعْلُومٌ
અને (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ
અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ
અને અમે અલ્લાહની તસ્બીહ કરનાર છે.
وَإِنْ كَانُوا لَيَقُولُونَ
અને આ (કાફિર લોકો) પહેલા તો આવું કહેતા હતા,
لَوْ أَنَّ عِنْدَنَا ذِكْرًا مِنَ الْأَوَّلِينَ
કે જો અમારી પાસે પહેલાના લોકોની જેમ કોઈ શિખામણ હોત.
لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
(અને જ્યારે કુરઆન આવી ગયું) તો તેઓએ ત્તેનો ઇન્કાર કરવા લાગ્યા, બસ! હવે નજીકમાં જ જાણી લેશે.
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
અને અમારું વચન, જે પયગંબર છે, તેમના હકમાં પહેલાથીજ આદેશ મળી ગયો છે.
إِنَّهُمْ لَهُمُ الْمَنْصُورُونَ
કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
وَإِنَّ جُنْدَنَا لَهُمُ الْغَالِبُونَ
અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
(હે પયગંબર!) તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
શું આ લોકો અમારા અઝાબની ઉતાવળ કરી રહ્યા છે?
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنْذَرِينَ
સાંભળો! જ્યારે અમારો અઝાબ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે, જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
પવિત્ર છે, તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી પાક છે. (જેનું મુશરિક લોકો વર્ણન કરે છે.)
وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
પયગંબરો પર સલામ છે.
وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.