Prohibition · at-Tahrim · سورة التحريم · 12 ayahs

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ

હે પયગંબર! જે વસ્તુને અલ્લાહએ તમારા માટે હલાલ કરી દીધી છે, તમે પોતાની પત્નીઓની ખુશ કરવા માટે તેને કેમ હરામ કરો છો? અને અલ્લાહ ખૂબ જ માફ કરવાવાળો,દયાળુ છે.

قَدْ فَرَضَ اللَّهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ

અલ્લાહએ તમારા માટે (વ્યર્થ) સોગંદોને તોડવી જરૂરી કરી દીધું છે, અલ્લાહ જ તમારો જવાબદાર છે અને તે બધું જ જાણવાળો હિકમતવાળો છે.

وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَنْ بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنْبَأَكَ هَٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ

જ્યારે પયગંબરે પોતાની કોઈ પત્નીને એક ખાનગી વાત કહી, તેણીએ તે વાત (આગળ) કહીં દીધી અને અલ્લાહએ આ બાબત પોતાના પયગંબર પર જાહેર કરી દીધી, હવે પયગંબરે (તે પત્નીને) થોડીક વાતો કહી દીધી અને થોડીક વાતને ટાળી દીધી, પછી જ્યારે પયગંબરે તેણીને (ખાનગી વાત જાહેર કરવા બાબતે) કહ્યું તો તે પૂછવા લાગી કે તમને આ વિશે કોણે જાણ કરી, તો પયગંબરે કહ્યું, મને તેણે જાણ કરી, જે દરેક વાતને જાણવાવાળો અને તેની સંપૂર્ણ ખબર રાખનાર છે.

إِنْ تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِنْ تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ

(હે પયગંબરની બન્ને પત્નીઓ) જો તમે બન્ને અલ્લાહ સામે તૌબા કરી લો (તો ઘણુ જ સારુ છે) કારણકે તમારા દિલ ઝૂકી પડયા છે અને જો તમે પયગંબરના વિરોધ એકબીજાની મદદ કરશો (તો જાણી લો) તેના (પયગંબરની) મદદ કરનાર અલ્લાહ, જિબ્રઇલ અને સદાચારી ઇમાનવાળાઓ અને તેમના સિવાય ફરિશ્તાઓ પણ મદદ કરનાર છે.

عَسَىٰ رَبُّهُ إِنْ طَلَّقَكُنَّ أَنْ يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِنْكُنَّ مُسْلِمَاتٍ مُؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا

દૂર નથી કે (પયગંબર) તમને તલાક આપી દે તો નજીકમાં જ તેમને તેમનો પાલનહાર તમારા બદલામાં તમારાથી ઉત્તમ પત્નીઓ મેળવશે, જે મુસલમાન, મોમિન, આજ્ઞાકારી, તૌબા કરવાવાળી, બંદગી કરવાવાળી અને રોઝા રાખવાવાળી હશે, ભલેને તે વિધવા હોય અથવા કુમારીકા હોય.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ

હે ઇમાનવાળાઓ! તમે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો, જેનું ઇંધણ માનવીઓ અને પથ્થર છે, જેના પર સખત દિલવાળા, ક્ડક ફરિશ્તાઓ નક્કી છે, અલ્લાહ તેમને જે આદેશ આપે, તેની અવજ્ઞા નથી કરતા, અને તે જ કરે છે, જેનો તેમને આદેશ આપવામાં આવે છે.

يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُونَ

(તે દિવસે અલ્લાહ કાફિરોને કહેશે) આજે તમે બહાના ન બનાવશો, તમને ફકત તમારા કાર્યોનો બદલો જ આપવામાં આવશે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَنْ يُكَفِّرَ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

હે ઇમાનવાળાઓ! તમે અલ્લાહની સમક્ષ સાચી નિખાલસતાથી તૌબા કરો. નજીક છે કે તમારો પાલનહાર તમારા ગુનાહ દૂર કરી દેશે અને તમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જે દિવસે અલ્લાહ તઆલા પયગંબર અને ઇમાનવાળાઓને જે તેમની સાથે છે તેમને અપમાનિત નહીં કરે. અલ્લાહનો પ્રકાશ તેમની સામે અને તેમની જમણી બાજુએ ફરતો હશે, તેઓ દુઆઓ કરતા હશે, હે અમારા પાલનહાર! અમને પરિપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દેં. ખરેખર તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ

હે પયગંબર! કાફિરો અને મુનાફિકો સાથે જિહાદ કરો, અને તેઓ પર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે.

ضَرَبَ اللَّهُ مَثَلًا لِلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ

અલ્લાહ તઆલાએ કાફિરો માટે નૂહ અને લૂત ની પત્નીઓનું ઉદાહરણ વર્ણન કરે છે, તે બન્ને અમારા બંદાઓ માંથી બે સદાચારી બંદાઓના લગ્નમાં હતી, પરંતુ તેણીઓએ પોતાના પતિ સાથે વિશ્ર્વાસઘાત કર્યો, બસ! તે બન્ને અલ્લાહની વિરુદ્વ પોતાની પત્નીઓના કઈ પણ કામ ન આવી શક્યા, અને આદેશ આપવામાં આવ્યો કે (હે સ્ત્રીઓ) જહન્નમમાં જનારાઓ સાથે તમે બન્ને પણ દાખલ થઇ જાઓ.

وَضَرَبَ اللَّهُ مَثَلًا لِلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِنْدَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِنْ فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ

અને અલ્લાહ તઆલાએ ઇમાનવાળાઓ માટે ફિરઔનની પત્નીનું ઉદાહરણ વર્ણન કરે છે, જ્યારે કે તેણે દુઆ કરી કે હે મારા પાલનહાર! મારા માટે પોતાની પાસે જન્નતમાં ઘર બનાવી દે. અને મને ફિરઔન અને તેના (ખરાબ) કાર્યોથી બચાવી લે અને મને અત્યાચારી લોકોથી બચાવી લે.

وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِنْ رُوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ

અને મરયમ બિન્તે ઇમરાનનું (ઉદાહરણ પણ વર્ણન કરે છે) જેણે પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરી, પછી અમે અમારા તરફથી તેમાં એક જીવ ફૂંકી દીધો અને તેણીએ (મરયમ) પોતાના પાલનહારની વાતો અને તેની કિતાબોની પુષ્ટિ કરી અને તે બંદગી કરનારાઓ માંથી હતી.