وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ
બુરૂજોવાળા આકાશની કસમ!
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ
બુરૂજોવાળા આકાશની કસમ!
وَالْيَوْمِ الْمَوْعُودِ
અને તે દિવસની, જેનું વચન આપવામાં આવ્યું છે.
وَشَاهِدٍ وَمَشْهُودٍ
હાજર થવાવાળા અને હાજર કરેલાની કસમ!
قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ
અલ્લાહની લઅનત છે, તે ખાડા (ખોદનાર) લોકો પર.
النَّارِ ذَاتِ الْوَقُودِ
જેમાં ઇંધણવાળી આગ હતી.
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા.
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
અને જે કઈ ઈમાનવાળાઓ સાથે કરી રહ્યા હતા, તેને પોતાની સામે જોઇ રહ્યા હતા.
وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَنْ يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ
અને તે લોકોને ઇમાનવાળાઓની આ જ વાત ખરાબ લાગતી હતી કે તેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા, જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.
الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
આકાશો અને જમીન પર બાદશાહત તેની જ છે અને દરેક વસ્તુ અલ્લાહ તઆલાની સામે જ છે.
إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ
જે લોકોએ મોમિન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો, પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમનો અઝાબ છે અને તેમના માટે એવો અઝાબ છે, જે તેમને ભષ્મ કરી દેશે.
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ
નિ:શંક ઇમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના માટે એવા બગીચા છે, જેની નીચે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે.
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે.
إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે.
وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
તે ખૂબ માફ કરવાવાળો અને ખુબ જ મોહબ્બત કરનાર છે.
ذُو الْعَرْشِ الْمَجِيدُ
અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે.
فَعَّالٌ لِمَا يُرِيدُ
જે ઇચ્છે, તેને કરી નાખનાર છે.
هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ
શું તમારી પાસે સેનાઓની સુચના પહોંચી છે.?
فِرْعَوْنَ وَثَمُودَ
(એટલે કે) ફિરઔન અને ષમૂદના (લશ્કરોની)
بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ
પરંતુ કાફિરો તો જુઠલાવવામાં લાગેલા છે.
وَاللَّهُ مِنْ وَرَائِهِمْ مُحِيطٌ
અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે.
بَلْ هُوَ قُرْآنٌ مَجِيدٌ
પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ.
فِي لَوْحٍ مَحْفُوظٍ
લૌહે મહફૂઝ માં (લખેલું) છે.