The Most High · al-A'la · سورة الأعلى · 19 ayahs

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى

પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની તસ્બીહ કરતા રહો.

الَّذِي خَلَقَ فَسَوَّىٰ

જેણે સર્જન કર્યુ અને પછી ઠીક-ઠાક કર્યો.

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ

અને જેણે તેનું ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો.

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ

અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી.

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ

પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો.

سَنُقْرِئُكَ فَلَا تَنْسَىٰ

અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો.

إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ

તે સિવાય, જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે.

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ

અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું.

فَذَكِّرْ إِنْ نَفَعَتِ الذِّكْرَىٰ

તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય.

سَيَذَّكَّرُ مَنْ يَخْشَىٰ

જે અલ્લાહથી ડરતો હશે, તો તે શિખામણ ગ્રહણ કરશે.

وَيَتَجَنَّبُهَا الْأَشْقَى

અને જે દુર્ભાગી હશે, તે તેનાથી દૂર રહેશે.

الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ

અને જે મોટી આગમાં જશે.

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ

ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે.

قَدْ أَفْلَحَ مَنْ تَزَكَّىٰ

ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી, જે પવિત્ર થઇ ગયો.

وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ

અને જેણે પોતાના પાલનહારનું નામ લીધું અને નમાઝ પઢતો રહ્યો.

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا

પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો.

وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ

અને આખિરત સર્વોત્તમ અને બાકી રહેવાવાળી છે.

إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ

આ વાતો પહેલાના સહિફાઓમાં પણ કહેવામાં આવી હતી.

صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ

(એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના સહિફાઓમાં.