أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
وَوَضَعْنَا عَنْكَ وِزْرَكَ
અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
الَّذِي أَنْقَضَ ظَهْرَكَ
જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ
અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
فَإِذَا فَرَغْتَ فَانْصَبْ
બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
وَإِلَىٰ رَبِّكَ فَارْغَبْ
અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.