Clear Evidence · al-Bayyinah · سورة البينة · 8 ayahs

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنْفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ

અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જેઓ કાફિર હતા, તેઓ (પોતાના કુફ્રથી) ત્યાં સુધી અળગા નહીં રહે, જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય.

رَسُولٌ مِنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُطَهَّرَةً

(અર્થાત) અલ્લાહ તરફથી એક રસૂલ, જે તેઓને પવિત્ર સહિફા પઢીને સંભળાવે છે.

فِيهَا كُتُبٌ قَيِّمَةٌ

જેમાં સાચા અને ઠોસ આદેશો છે.

وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِنْ بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ

અહલે કિતાબ પોતાની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા પછી જ (વિવાદમાં પડી) જુદા જુદા થઇ ગયા.

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે, અને નમાઝને કાયમ કરે., તેમજ ઝકાત આપતા રહે. આ જ સાચો દીન છે.

إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ

અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જે લોકોએ કુફ્ર કર્યું, તે સૌ જહન્નમની આગમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દરેક સર્જનીઓ માંથી દુષ્ટ સર્જન છે.

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ

જે લોકો ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, આ જ લોકો શ્રેષ્ઠ સર્જન છે.

جَزَاؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ

તેમનો બદલો તેમના પાલનહાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશા-હંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમનાથી ખુશ થયો અને તેઓ અલ્લાહથી ખુશ થયા. આ બધું તેના માટે છે, જે પોતાના પાલનહારથી ડરતો રહ્યો.