أَلْهَاكُمُ التَّكَاثُرُ
વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
أَلْهَاكُمُ التَّكَاثُرُ
વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.
حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.
كَلَّا سَوْفَ تَعْلَمُونَ
કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.
لَتَرَوُنَّ الْجَحِيمَ
યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.
ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.