يَا أَيُّهَا الْمُدَّثِّرُ
હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
يَا أَيُّهَا الْمُدَّثِّرُ
હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
قُمْ فَأَنْذِرْ
ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો.
وَرَبَّكَ فَكَبِّرْ
અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો
وَثِيَابَكَ فَطَهِّرْ
અને પોતાના કપડા પાક સાફ રાખો.
وَالرُّجْزَ فَاهْجُرْ
અને ગંદકીથી દૂર રહો.
وَلَا تَمْنُنْ تَسْتَكْثِرُ
અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.
وَلِرَبِّكَ فَاصْبِرْ
અને પોતાના પાલનહાર માટે સબર કરો.
فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ
ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે.
فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ
તો તે દિવસ ખૂબ જ ભારે હશે.
عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ
કાફિરો માટે સરળ નહીં હોય.
ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا
તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે.
وَجَعَلْتُ لَهُ مَالًا مَمْدُودًا
તેને ખૂબ માલ આપ્યો.
وَبَنِينَ شُهُودًا
અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા.
وَمَهَّدْتُ لَهُ تَمْهِيدًا
અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો.
ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ
પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું.
كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا
આવું ક્યારેય નહીં થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે.
سَأُرْهِقُهُ صَعُودًا
હું નજીક માંજ તેને સખત ચઢાવીશ.
إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ
તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો.
فَقُتِلَ كَيْفَ قَدَّرَ
બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ
પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
ثُمَّ نَظَرَ
તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ.
ثُمَّ عَبَسَ وَبَسَرَ
પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ.
ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ
પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો.
فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે.
إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ
આ તો માનવીની જ વાત છે.
سَأُصْلِيهِ سَقَرَ
હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
وَمَا أَدْرَاكَ مَا سَقَرُ
અને તમને શું ખબર કે જહન્નમ શું છે?
لَا تُبْقِي وَلَا تَذَرُ
ન તે બાકી રાખશે અને ન તો છોડશે.
لَوَّاحَةٌ لِلْبَشَرِ
ચામડીને બાળી નાખશે.
عَلَيْهَا تِسْعَةَ عَشَرَ
અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.
كَلَّا وَالْقَمَرِ
(પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ.
وَاللَّيْلِ إِذْ أَدْبَرَ
અને રાતની, જ્યારે તે જવા લાગે.
وَالصُّبْحِ إِذَا أَسْفَرَ
અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ
કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
نَذِيرًا لِلْبَشَرِ
તે માનવીઓ માટે ભયનું કારણ છે.
لِمَنْ شَاءَ مِنْكُمْ أَنْ يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ
જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે.
كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ
દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે.
إِلَّا أَصْحَابَ الْيَمِينِ
સિવાય જમણા હાથવાળા.
فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ
કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે.
عَنِ الْمُجْرِمِينَ
ગુનેગાર વિશે
مَا سَلَكَكُمْ فِي سَقَرَ
તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી.
قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ
તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ
ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ
અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં.
وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
حَتَّىٰ أَتَانَا الْيَقِينُ
અહીં સુધી કે અમને મોત આવી ગઈ.
فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ
(તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ
તેમને શું થઇ ગયું છે? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
كَأَنَّهُمْ حُمُرٌ مُسْتَنْفِرَةٌ
જાણે કે તેઓ જંગલી ગધેડા હોય.
فَرَّتْ مِنْ قَسْوَرَةٍ
જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِنْهُمْ أَنْ يُؤْتَىٰ صُحُفًا مُنَشَّرَةً
પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે.
كَلَّا ۖ بَلْ لَا يَخَافُونَ الْآخِرَةَ
ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા.
كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
فَمَنْ شَاءَ ذَكَرَهُ
હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે.
وَمَا يَذْكُرُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ
અને તેઓ શિખામણ પ્રાપ્ત નહીં કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે.