The Land · al-Balad · سورة البلد · 20 ayahs

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ

હું આ શહેર (મક્કા)ની કસમ ખાઉં છું.

وَأَنْتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ

જ્યારે કે તમે આ શહેરમાં રહો છો.

وَوَالِدٍ وَمَا وَلَدَ

અને માનવીઓના પિતા અને સંતાનની કસમ!

لَقَدْ خَلَقْنَا الْإِنْسَانَ فِي كَبَدٍ

નિ:શંક અમે માનવીનું સર્જન (ખુબ જ) કષ્ટમાં કર્યુ,

أَيَحْسَبُ أَنْ لَنْ يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ

શું તે એમ સમજે છે કે કે તેના પર કોઇ કાબુ નહીં કરી શકે?

يَقُولُ أَهْلَكْتُ مَالًا لُبَدًا

કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું.

أَيَحْسَبُ أَنْ لَمْ يَرَهُ أَحَدٌ

શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી?

أَلَمْ نَجْعَلْ لَهُ عَيْنَيْنِ

શું અમે તેની બન્ને આંખો નથી બનાવી.

وَلِسَانًا وَشَفَتَيْنِ

અને એક જબાન અને બે હોઠ (નથી બનાવ્યા)?

وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ

અમે તેને બન્ને માર્ગ દેખાડી દીધા છે.

فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ

પરંતુ તે ઘાટીમાં પસાર ન થઇ શક્યો.

وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ

અને તમને શું ખબર કે તે ઘાટી શું છે?

فَكُّ رَقَبَةٍ

તે છે, કોઈ ગુલામને મુક્ત કરાવવું.

أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ

અથવા તો ભુખમરાના દિવસે ભોજન કરાવવું.

يَتِيمًا ذَا مَقْرَبَةٍ

કોઇ સંબધી અનાથને

أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ

અથવા તો રઝળતા લાચારને.

ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ

ફરી તે લોકો માંથી થઇ જતો, જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરતા રહ્યા.

أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ

આ જ તે લોકો છે, જે સારા નસીબવાળા છે.

وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ

અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુર્ભાગી લોકો છે.

عَلَيْهِمْ نَارٌ مُؤْصَدَةٌ

તેમના માટે આગ હશે. જે ચારેય બાજુથી બંધ કરી દેવામાં આવી છે.