The Sun · ash-Shams · سورة الشمس · 15 ayahs

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

وَالشَّمْسِ وَضُحَاهَا

સૂર્ય અને તેના તડકાની કસમ!

وَالْقَمَرِ إِذَا تَلَاهَا

અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે.

وَالنَّهَارِ إِذَا جَلَّاهَا

અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે.

وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا

અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં.

وَالسَّمَاءِ وَمَا بَنَاهَا

કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું.

وَالْأَرْضِ وَمَا طَحَاهَا

અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી.

وَنَفْسٍ وَمَا سَوَّاهَا

કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું.

فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا

પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.

قَدْ أَفْلَحَ مَنْ زَكَّاهَا

સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું.

وَقَدْ خَابَ مَنْ دَسَّاهَا

અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો

كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا

(કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને) જુઠલાવ્યું.

إِذِ انْبَعَثَ أَشْقَاهَا

જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો.

فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا

તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).

فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُمْ بِذَنْبِهِمْ فَسَوَّاهَا

તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.

وَلَا يَخَافُ عُقْبَاهَا

અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી.